પોસ્ટ્સ

આરોગ્ય લક્ષી

 🙏 *સવારને ઉત્તમ રીતે શરૂ કરવા માટે નીચેના પગલાં લેવા પ્રયત્ન કરો:* 🧑‍🔬. *મેડિટેશન (ધ્યાન)*: 5-10 મિનિટ શાંત બેસી ધીરેધીરે શ્વાસ લેતા ધ્યાન કેન્દ્રિત કરો. 🧑‍🔬. *પાણી પીવો: ઊઠતા જ* 1-2 ગ્લાસ ગરમ અથવા તાજું પાણી પીવું, આ પેટ સાફ રાખવામાં મદદરૂપ છે. 🧑‍🔬. *યોગા અથવા વ્યાયામ:* 15-30 મિનિટ યોગા, પ્રાણાયામ અથવા કોઈપણ વ્યાયામ કરો. 🧑‍🔬. *સૂર્ય નમસ્કાર:* સૂર્ય પ્રણામ કરવા માટે સૂર્યોદય પહેલા કરવું. 🧑‍🔬. *ધાર્મિક અથવા આધ્યાત્મિક પઠન:* મનને શાંત અને સ્થિર રાખવા માટે પ્રાર્થના, મંત્ર અથવા ધાર્મિક પુસ્તકોનું પઠન કરો. *🧑‍🔬. સ્વચ્છતા:* દાંત સાફ કરવું, મુખ ધોવું, અને ધૂળવાનો સમય ફાળો. 🧑‍🔬 *આ ટેવ તમારા દૈનિક જીવનમાં ઉત્સાહ અને તંદુરસ્તી લાવી શકે છે.* *(સાચવી રાખો વાંચી આગળ 20 લોકો ને સેન્ડ કરતા રહો......)* 🙏🏻♥️🙏🏻

🏋️આરોગ્ય લક્ષી 🚴

 ♈ *સવારે ઉઠીને શરીર જકડાઈ જાય તો 🙋🏻નીચેના ઉપાયો અજમાવીને રાહત મેળવી શકાય છે:* 1. *નરમ Streching*: જમણું અને ડાબું હાથે તમારા મસલ્સ અને સાંધા ધીમેથી સ્ટ્રેચ કરો. તેને 5-10 મિનિટ માટે કરો, જેથી લોહી સર્ક્યુલેશન વધે અને જકડણ ઓછી થાય. 2. *ગરમ પાણી પીવું*: સવારમાં ગરમ પાણી પીવાથી શરીરના અંદર ઉર્જા વધે છે અને જકડાણ ઓછું થાય છે. 3. *ગરમ સ્નાન*: ગરમ પાણીમાં ન્હાવું અથવા જકડાયેલા ભાગ પર ગરમ પાણીનો કંપ્રેસ કરવાથી માઈલ્ડ ગરમી મસલ્સને આરામ આપી શકે છે. 4. *હળવો મસાજ*: તેલથી મસાજ કરવાથી મસલ્સમાં લચીલાપણું અને રાહત મળે છે. 5. *નિયમિત હળવો વ્યાયામ*: રોજની સવારની પ્રવૃત્તિમાં યોગા અથવા હળવો વ્યાયામ શામેલ કરવો, જે મસલ્સને મજબૂત બનાવે છે અને જકડાણના સંભાવના ઓછી કરે છે. 6. *પૂરતું પાણી પીવું*: ડિહાઇડ્રેશનને ટાળવા માટે પુરતું પાણી પીવો, કારણ કે પાણીની કમીથી મસલ્સ જકડાઈ શકે છે. 7. *ચુસ્ત કપડાં પહેરવું ટાળો*: મસલ્સને પૂરતી લચીલતા મળે તે માટે ચુસ્ત કપડાં પહેરવું ટાળવું. 8. *કોઇ ગંભીર કારણ માટે ડોક્ટરની સલાહ*: જો આ ઉપાયો બાદ પણ જકડણમાં રાહત ન મળે, તો ડોક્ટરને મળવું જરૂરી છે, જેથી યોગ્ય તપાસ કરી શકાય. ?...

🦅પર્યાવરણના_સફાઈ_કામદાર_એટલે_ગીધ

 #પર્યાવરણના_સફાઈ_કામદાર_એટલે_ગીધ 🔲 Vulture - ગીધ ▪  સામાન્ય રીતે લોકોને ગીધ ગમતા નથી, કારણ કે તે સડેલું માંસ ખાય છે, પરંતુ ગીધ સડેલું માંસ ખાઇને આપણી  આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે ▪આકાશમાં સૌથી ઉંચે ઉડતા આ ગીધ પક્ષીની સંખ્યા  હાલમાં નહીવત છે. 1990 પછી તેની સંખ્યામાં ઉતરોતર ઘટાડો થતો જાય છે.  ▪ મળતી માહિતી અનુસાર જ્યારે કોઈ પાલતુ પ્રાણી  માંદુ પડે છે ત્યારે તેને ડાઈકલોફેનાક ( diclofenac )  નામની દવા આપવામાં આવે છે. પરંતુ જ્યારે તે પ્રાણી મૃત્યુ પામે છે ત્યારે તેને ખુલ્લા મેદાનોમાં નાખવામાં આવે છે ત્યારે આ પ્રાણીને ગીધ ખાય છે અને તેના શરીરમાં રહેલી દવા પણ ગીધના પેટમાં જાય છે તેથી ગીધની સંખ્યામાં પણ ઉત્તરોતર ઘટાડો થતો ગયો છે. ▪ વિશ્વમાં ગીધની 20થી પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે જેમાંથી નવ જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. ▪ ભારતમાં ખાસ કરીને રાજસ્થાનમાં ગીધની સંખ્યા વધારે જોવા મળે છે.તેનો માળો ઉંચા વૃક્ષો કે પહાડોમાં પણ જોવા મળે છે માદા એકથી બે જેટલા ઈંડા મૂકે છે. ▪ ગીધ ખૂબ જ વિશાળ પક્ષી છે તેનું વજન 6  કિલોથી લઈને 9...

🦜પક્ષીજગત વિશે.🦜🕊️🦆🦚

 #પક્ષીજગત અમદાવાદથી નજીક સુગરીની  ટાઉનશિપ જોઈ અને સુગરીને આટલી નજીક થી પણ પહેલી વખત જોઈ. સુગરી પણ આટલું સુંદર પક્ષી છે એ આજ જ ખબર પડી.  ત્યાં જ એક ઝાડ પરથી સુગરી એના માળા માટે તણખલા તોડતી પણ જોવા મળી અને એ માળો કેવી રીતે બનાવે છે તે રીત પણ. . આ પહેલા અનેક વખત સુગરીનો એકાદ છુટ્ટો છવાયો માળો જોયેલો છે પણ આ તો લાઈવ. ઘણા બધા ફોટા પાડ્યા અને મન ભરાયું ત્યાં સુધી આ પ્રવૃત્તિ માણી. . સુગરીને ‘આર્કિટેકટ એન્જિનિયર’ તરીકે ઓળખવામાં આવે છે. બધા પક્ષીઓમાં કદાચ શ્રેષ્ઠ માળો સુગરી ગૂંથે છે. માળો ડાળીનાં છેડે લટકતો રાખવામાં આવે છે જેથી જીવ જંતુઓથી રક્ષણ મળે. માળામાં તે ભીની માટી રાખે છે જેથી હવામાં માળો ઉડી ના જાય.  . પ્રથમ દ્રષ્ટિએ જોતા જ ગમી જાય એવો આ વિશિષ્ટ રચના ધરાવતો માળો ત્રણ તબક્કે આકાર પામે છે તો અમુક નરનો માળો પ્રથમ તબક્કે જ માદા સુગરી ‘રિજેક્ટ’ કરે એટલે નાશ પામે છે. પ્રથમ તબક્કે વર્ષાઋતુની સીઝનમાં પાણી ધરાવતી જગ્યા અને કાંટાળા વૃક્ષની ડાળીનો છેડો પસંદ કરે છે ત્યાર બાદ ઘાસની પત્તીઓ ભેગી કરીને આ ‘એન્જિનિયર’ પગ અને ચાંચ વડે ગૂંથી માળાને ગોળ પ્રકારનો આકાર આપે છે. સુગરી માદા ...

👨‍🌾ખેડુતો માટે કોણ વિચારશે????

 કોમ્યુનિકેશન ફિલ્ડમાં કામ કરતા લોકોએ માવઠા અને રોમેન્ટિક વાતવરણ વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. મને હજુ પણ યાદ છે જ્યારે હું નાની હતી અને અમારો પરિવાર કાઠીયાવાડમાં મજૂરી અર્થે આવેલો એ સમય પર અમે વાડી નું કામ રાખેલું મારા પિતાએ મારા મમ્મી એ મારી બહેનોએ અને હું આખો પરિવાર સાથે મળીને વાડી નું ધ્યાન રાખતા અને જે વાડીની અંદર જે વાવેતર કર્યુ હતું જે ધાન વાયુ હતું ઘઉં વાવ્યા હતા તેની અમે કાપણી કરી અને થ્રેસર માંથી તેને સાફ કરવાના એટલો જ સમય હતો અને એ જ દિવસમાં ચારેકોર અંધકાર થઈ ગયો ને ઘડીક વારમાં વીજળીના કડાકા ધડાકા થવા લાગ્યા અને વરસાદ જોર જોરથી પડવા લાગ્યો વરસાદમાં પાણીની સાથે કરા પણ પડતા હતા અમારો પાક સાવ નિષ્ફળ ગયો મારા મા બાપ બંને લમણે હાથ દઈને એકબીજાની સામે જોવે ને રડે અને અમારી સામે જોવે એને ધ્રુસકે ને ધ્રુસકે રડે મારા પિતાએ ગામડે વ્યાજવા પૈસા લીધેલા પોતાની પરિસ્થિતિ સુધારવા માટે અને એ પૈસા નું વ્યાજ ચૂકવવા માટે અમે મજૂરી આવેલા હતા જાણે કુદરતે શું એવું કર્યું કે ઘડીક વારમાં અમારી મહેનત સાવ પાણીમાં ફેરવાઈ ગઈ એ સમય પર અમારો એક પરિવાર નહી એવા હજારો પરિવારો હતા કે જે પાક વગરના થઈ ગયા હતા અને ...